સુરભિ અર્થાત ‘સુવાસ’
જેમ અગ્નિ , વાયુ , જલ , પૃથ્વી અને આકાશપરોપકારી છે. તેમ સુરભિ ગ્રુપ મહુવા- શ્રી સુરભિ ચેરિટેબલ ટ્રસ્ટ , મહુવા આ પાંચમહાભૂતને પ્રેરણા સ્ત્રોત માંની સન ૧૯૯૩ માંસ્થાપના કાળથી
નિમ્નલિખિત જનસેવા , સમાજસેવાનીપ્રવૃતિથી સારાય મહુવા પંથકમાં પોતાના સેવા-સદ્દભાવ
અને નિ:સ્વાર્થ કાર્યોની સુવાસ પ્રસરાવી રહ્યું છે.
૧. સામાજિક ક્ષેત્રે
૨. શૈક્ષણિક ક્ષેત્રે
૩. સાંસ્ક્રુતિક ક્ષેત્રે
૪. તબીબી ક્ષેત્રે
૫. પર્યાવરણ ક્ષેત્રે
૬. યોગ-રમતગમત ક્ષેત્રે
૭. કુદરતી આપત્તિ સમયે રાષ્ટ્રીય સેવા.
સંસ્થાદ્રારા 2012થી પ્રારંભ કરેલ વંચિતજૂથના ઝૂંપડપટ્ટી વસાહતનાં બાળકોને ઉમદા સંસ્કાર, શિક્ષણ અપાવવાનાઅભિયાન દરમ્યાન અમારા ધ્યાનમાં આવેલ કે શહેરની ઝૂંપડપટ્ટીમાં 1000+ બાળકો (કુમાર, કન્યા) છે જેનેનિરક્ષર માતા પિતા જ તેમને ભિક્ષાવૃતિ, બાળ મજૂરીએ મોકલી રહ્યાં છે.
આહકીકતથી સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીને અવગત કરતા તેમણે શહેરના રાજમાર્ગોની દીવાલો પર કાર્ટૂન ફિલ્મસ પેઈન્ટીંગ કરાવી નગરજનોનેવંચિત બાળકોની,તેમના વાલીઓની આવી ગેરકાયદે પ્રવૃતિને પ્રોત્સાહન ન આપવા અપીલ કરતા સંદેશ મુકાવેલ.
સંસ્થાદ્રારા ઝૂપડપટ્ટીમાં જ “બાળ સંસ્કાર કેન્દ્ર” શરૂ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકોનેશાળામાં પ્રવેશ અપાવવાનું અભિયા શરૂ કરેલ, જે હાલ પણ શરૂ છે.
આઅભિયાનને કારણે 100+ બાળકો આ દૂષણથી મુક્ત થયેલાં છે.
30+ વર્ષ સેવા પ્રવૃતિ
20+ સેવાઓ
1.5 લાખ+ લાભાર્થીઓ