સંસ્થા
દ્રારા 2 ઓકટોબર 2000થી નિરંતર ચાલી રહેલ વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત શાળા-કોલેજોમાં
સેમિનાર, તજજ્ઞો દ્રારા
પ્રવચન, વકતૃત્વ સ્પર્ધા,
શેરી નાટક, પત્રિકા,
જા ખ., બેનર,
પોસ્ટર પ્રદર્શન,
સ્પે. ડોક્યુમેન્ટરી ફિલ્મ શો,
ડી-હાઈડ્રેશન પ્લાન્ટ,
હીરાનાં કારખાનાં,
શ્રી ખેતીવાડીઉત્પન્ન બજાર સમિતિ સાથે સંકળાયેલા ખેડૂતો,
વ્યાપારીઓ, મજૂરો સાથે સંવાદ,
વિદ્યાર્થી રચિત માનવ સાંકળ,
વ્યસન- નશાના દૈત્ય દહન વિગેરે કાર્યક્રમો યોજી હજારો લોકોને પોતાના વ્યસન છોડવા
જાગૃત કરી ચૂક્યા છીએ.
તે પૈકી 1100+ ભાઈ-બહેનો એ પાન,
માવા, ગુટકા,
બીડી, સિગારેટ,
શરાબના વ્યસન છોડેલ છે.