રાષ્ટ્રીય મતદાર જાગૃતિ અભિયાન:

દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં સમયાંતરે થતી સ્થાનિક સ્વરાજની, વિધાનસભા, લોકસભાની થતી સામાન્ય ચૂંટણી દરમિયાન જતા જનાર્દનને પોતાનો કિંમતી અને પવિત્ર મત સમાજ, નગર, દેશના  વિકાસ માટે વશ્ય આપવો જોઈએ એ બાબતે સુજ્ઞ તથા નિરક્ષર નાગરિકોને જાગૃત કરવા સંસ્થા દ્રારા 2007 થી મતદાર જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ.

જે અંતર્ગત પત્રિકા, શહેરના રાજમાર્ગો પર બેનર, કોલેજોમાં તેમજ રહેણાકી, વાણિજ્ય વિસ્તારમાં સંસ્થા દ્રારા ટીમ બનાવી લોકોને અચૂક મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છીએ.

ઉદાહરણ: સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જિજ્ઞેશ જે. મહેતા સ્વયં છેલ્લા 10/12 વર્ષથી પોતાના મતદાન બૂથ પર પહેલા મતદાતા (first voter ) તરીકે મતદાન કરી ચૂંટણી અધિકારી દ્રારા પ્રમાણપત્ર મેળવી લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

સંસ્થા દ્રારા સિનિયર સીટીઝન અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મતદાન મથકે પહોચવા વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સંસ્થાની આ રાષ્ટ્રીય કામગીરીની સરકારશ્રી એ પણ વિશેષ નોંધ લીધેલ છે.